પાળિયાદમાં ઝોન કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ભવ્ય રીતે સંપન્ન
Views 57

અહેવાલ: કનુભાઈ ખાચર

પાળિયાદ સ્થિત પૂજ્ય શ્રી વિસામણબાપુની પવિત્ર જગ્યાએ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) બોટાદ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન-1 નો ત્રિદિવસીય એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ તા. 9/02/2026 થી 11/02/2026 દરમિયાન ભવ્ય રીતે યોજાયો હતો.


પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. વિહળધામ પાળિયાદના પ્રેરક સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડાયટ બોટાદના પ્રાચાર્ય શ્રી દીપકભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરતસિંહ વઢેર, બોટાદ DIC કો. શ્રી ધર્મેન્દ્રભાઈ તથા સુરેન્દ્રનગર DIC કો. રાજેનભાઈ પિતળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ફેસ્ટિવલમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છ એમ કુલ છ જિલ્લાનાં 28 શ્રેષ્ઠ ઈનોવેટિવ શિક્ષકોએ પોતાના નવતર શૈક્ષણિક પ્રયોગો રજૂ કર્યા હતા. દરેક શિક્ષકે પોતાની આગવી અને શ્રેષ્ઠ કામગીરીથી સૌનું મન મોહી લીધું હતું.મંચસ્થ મહાનુભાવો દ્વારા 28 શિક્ષકોને મોમેન્ટો, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજ્ય બાના હસ્તે રિબન કાપી સ્ટોલ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને દરેક સ્ટોલની ઝીણવટભરી મુલાકાત લઈ શિક્ષકોને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આ પ્રસંગે વિવિધ જિલ્લાઓના શિક્ષકો, સરકારી શાળાઓના શિક્ષાર્થીઓ તથા વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ઈનોવેશન ફેસ્ટિવલમાંથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.વિહળધામની સુઘડતા, સ્વચ્છતા, પાવનતા અને અવિસ્મરણીય મહેમાનગતિએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાત્રે પૂજ્ય શ્રી ભયલુબાપુએ સૌને શુભેચ્છાઓ પાઠવી અને આગવી દેહાણ પરંપરાનો ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. ત્રણેય દિવસ ઠાકરની પ્રસાદીની વ્યવસ્થાએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો.શ્રી દીપકભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમ બોટાદે ઉત્તમ આયોજન કરી સૌના દિલ જીતી લીધા હતા. પ્રવીણભાઈ ખાચરનું સુચારું મંચ સંચાલન તેમજ શ્રી મુકેશભાઈ પઢિયાર, વિજયભાઈ વાળા અને ધવલભાઈ પીપાવતની સતત કામગીરી પ્રશંસનીય રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!