ખેડૂત ચિંતક કાર્યક્રમ અંતર્ગત ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર એનાયતનાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા દ્વારા ઝડપી અને પારદર્શક કામગીરી
Views: 122
0 0
Read Time:2 Minute, 19 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ પ્રતિનિધિ હળવદ ગત તા. 10/02/2026ના રોજ નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ખેડૂત ચિંતક કાર્યક્રમ અંતર્ગત ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સરકારશ્રીના સન-2009ના પરિપત્ર મુજબ બિનખેડૂત બનેલા મૂળ ખેડૂતને બે વર્ષના સમયગાળામાં અન્યત્ર જમીન ખરીદી શકે તે માટે પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે.
અત્રેના ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકાના મોજે દેવસર ગામના અરજદારશ્રી (1) ઘનશ્યામભાઈ શાંતિલાલ કાચા (રહે. રાજકોટ), (2) શાંતિલાલ ગોકળભાઈ કાચા (રહે. રાજકોટ), (3) ચોટીલા તાલુકાના મોજે ચાણપા ગામના અરજદારશ્રી લીલાબેન તખતસંગ બારડ (રહે. ચાણપા, તા.ચોટીલા) તેમજ મુળી તાલુકાના મોજે ટીકર ગામના અરજદારશ્રી પ્રહલાદભાઈ ડાયાભાઈ સુથારને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.ઉલ્લેખનીય છે કે આ તમામ અરજદારો મૂળ ખેડૂત ખાતેદાર હતા, પરંતુ જમીન વેચાણને કારણે બિનખેડૂત બન્યા હતા. સરકારશ્રીના નિયમો મુજબ યોગ્ય તપાસ અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજરોજ અત્રેથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા.અરજદારોએ લેખિતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમોને ખૂબ જ ઝડપી અને નિયત સમયમર્યાદામાં, કોઈપણ પ્રકારની અડચણ વગર અને કાયદા તથા પરિપત્રના સરળ અમલથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અમે સરકારશ્રી અને પ્રાંત કચેરીની કામગીરીથી ખૂબ ખુશ છીએ.”
ખેડૂત ચિંતક કાર્યક્રમ અંતર્ગત આવી પારદર્શક અને સમયબદ્ધ કામગીરીથી ખેડૂતોમાં વિશ્વાસ વધ્યો છે અને તેમને ન્યાયિક રીતે હક પ્રાપ્ત કરવા સહાય મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *