સંઘર્ષથી સેવા સુધી: હેતલબેન પી. પરીખનું માનવતા માટે સમર્પિત જીવન
Views: 74
0 0
Read Time:3 Minute, 8 Second

અમદાવાદમાં તા. 11-10-2023ના રોજ “હેત હેલ્પીંગ હેન્ડસ ચેરીટેબલ ટ્રસ્ટ”ની સ્થાપના કરનાર હેતલબેન પી. પરીખ આજે નિઃસ્વાર્થ સેવા, માનવતા અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે. કોઈ મોટી આર્થિક સહાય કે સ્થાયી આવકના સ્ત્રોત વગર પણ તેમણે સમાજસેવાનો દીપક સતત પ્રજ્વલિત રાખ્યો છે.
હેતલબેન જણાવે છે કે તેમના પતિ ઘરખર્ચ માટે જે રકમ આપતા હતા, તેમાંમાંથી બચત કરીને તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ખર્ચ કરતા આવ્યા છે. શરૂઆતમાં ટ્રસ્ટ સાથે કેટલાક સભ્યો જોડાયા હતા અને સહયોગ પણ આપ્યો હતો, પરંતુ સમય જતાં ઘણા સભ્યોએ રાજીનામા આપી દીધા અને પ્રવૃત્તિઓથી દૂર થઈ ગયા. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં ઘણી સંસ્થાઓની ગતિ થંભી જતી હોય છે, પરંતુ હેતલબેન માટે સેવા માત્ર પ્રવૃત્તિ નહીં પરંતુ જીવનધર્મ બની ગયો. સાથીઓના સહયોગમાં ઘટાડો થતાં તેમણે મનમાં એક દૃઢ સંકલ્પ કર્યો કે, “મારે આ સેવાનું કાર્ય ચાલુ રાખવું છે

અને સમાજને મારી ક્ષમતા મુજબ સતત સહયોગ આપવો છે.” આ વિચારને જીવનમંત્ર બનાવી તેમણે એકલાં હાથે પણ સેવાયજ્ઞને આગળ વધારવાનો નિર્ણય લીધો. હેતલબેન અને તેમની ટીમ દ્વારા વૃદ્ધો, મહિલાઓ, બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને વિવિધ રીતે સહાય પહોંચાડવામાં આવે છે. માનવ સેવા સાથે પશુસેવાને પણ તેઓ એટલું જ મહત્વ આપે છે. નિરાધાર, પીડિત અને સહાયની અપેક્ષા રાખતા લોકો માટે તેમની સંસ્થા આશાનું કિરણ બની રહી છે. વિશેષ વાત એ છે કે ટ્રસ્ટ પાસે કોઈ નિશ્ચિત આવક કે મોટા દાતાશ્રીઓનો આધાર ન હોવા છતાં સેવા પ્રવૃત્તિઓ સતત ચાલુ છે. આ દર્શાવે છે કે સમાજપરિવર્તન માટે માત્ર નાણાં જ નહીં પરંતુ નિષ્ઠા, સંવેદના અને દૃઢ ઇચ્છાશક્તિ પણ એટલી જ જરૂરી છે.
આજના સમયમાં જ્યારે ઘણી પ્રવૃત્તિઓ પ્રસિદ્ધિ કે પ્રચાર સાથે જોડાયેલી જોવા મળે છે, ત્યારે હેતલબેન પી. પરીખ શાંતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક માનવતા તથા પશુસેવાના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમનો સંઘર્ષ અને સેવાભાવ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે અને સાબિત કરે છે કે એક વ્યક્તિનો સંકલ્પ પણ અનેક લોકોના જીવનમાં આશા અને સહારાનો પ્રકાશ પાથરી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *