પોષણ માહ-2026માં ગુજરાત અગ્રેસર : 2.43 કરોડથી વધુ
Views: 26
0 0
Read Time:3 Minute, 0 Second

“‘ પ્રવૃત્તિઓ મિલેટ્સ અને સ્થાનિક પૌષ્ટિક આહારને પ્રોત્સાહન સાથે જંકફૂડ સામે જાગૃતિની વિશેષ ઝુંબેશ”‘

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં **‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’**ની ભાવના સાથે ‘પોષણ માહ-2026’ની વ્યાપક ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માહ દરમિયાન અત્યાર સુધીમાં 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.
પોષણ માહની પ્રવૃત્તિઓમાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને મિલેટ્સ સહિત સ્થાનિક પૌષ્ટિક આહારના ઉપયોગને પ્રોત્સાહન, સંતુલિત આહાર અંગે માર્ગદર્શન અને જંકફૂડના વધતા વપરાશ સામે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

કુપોષણ સામેની કામગીરીમાં બાળકના જીવનના પ્રથમ 1000 દિવસને નિર્ણાયક સમયગાળો ગણીને પોષણ અને આરોગ્યની દેખરેખ પર ભાર મૂકાયો છે. આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકોનું નિયમિત વજન અને ઊંચાઈ માપન, પોષણની સ્થિતિનું નિરીક્ષણ તથા જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ‘પોષણ સંગમ’ના માધ્યમથી વિવિધ વિભાગો અને સમુદાયને જોડીને કુપોષણ સામે સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં આરોગ્ય, પંચાયત, ગ્રામ વિકાસ અને શિક્ષણ વિભાગ સહિતના વિભાગોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હોવાનું સરકારનું કહેવું છે.
જિલ્લાવાર કામગીરીમાં મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓ અગ્રેસર રહ્યા હોવાનું જણાવાયું છે. આ પ્રવૃત્તિઓ માત્ર એક માસ પૂરતી મર્યાદિત ન રહે અને બાળકો તથા માતાઓના દૈનિક જીવનમાં પૌષ્ટિક આહારની ટેવ વિકસે તે દિશામાં પણ ભાર મૂકાઈ રહ્યો છે.સરકારી આંકડા મુજબ 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે ગુજરાત પોષણ માહ-2026ની કામગીરીમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. હવે આ અભિયાનની અસરકારકતા કેટલા પરિવારોના આહાર અને બાળકોના પોષણસ્તરમાં સ્થાયી બદલાવ લાવે છે તે મહત્વનું રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *