જીતની બાજી હાર બની કોયબામાં જુગારની મહેફિલ પર પોલીસનો દરોડો, 5 ઝડપાયા
Views: 15
1 0
Read Time:1 Minute, 53 Second

હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે રોમાંચક રીતે ચાલી રહેલી જુગારની બાજી આખરે પોલીસ દરોડા સાથે સમેટાઈ ગઈ હતી. મળેલી બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા 5 શખ્સોને રોકડ રૂ.14,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, કોયબા ગામે કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં હળવદ પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની અચાનક એન્ટ્રી થતાં જુગારની મહેફિલમાં દોડધામ મચી ગઈ હતી અને બાજી વચ્ચે જ ખેલાડીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ મુગટલાલ રાવલ, વિજયસિંહ કરણસિંહ ઝાલા, દયારામભાઈ ભીખાભાઈ પરમાર, વનરાજભાઈ ભરતભાઈ ચાવડા અને સૂર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. હળવદ પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીને કારણે જુગારની બાજી જીતવાના આશયે બેઠેલા ખેલાડીઓ માટે અંતે રોકડ રકમ કરતાં પોલીસનો દરોડો ભારે પડ્યો હતો.
પોલીસ ના જણાવ્યા મુજબ, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ પ્રોહિબિશન તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *