મોરબીમાં નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પ: માનવ સેવા સાથે કોમી એકતાનો સુંદર સંદેશ
Views: 202
0 0
Read Time:2 Minute, 12 Second

મોરબી શહેરમાં સામાજિક સેવા અને માનવ કલ્યાણ માટે સતત કાર્યરત જેન્યુન ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા રવિવાર તા. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જેન્યુન ફાઉન્ડેશન P.M.B. ગ્રુપના આયોજન હેઠળ આ કેમ્પ લીલાપર રોડ પર સ્મશાન સામે, હોથીશાહ પીરની દરગાહ નજીક સવારે 10:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે.


આ આરોગ્ય કેમ્પમાં ન્યુરો સર્જરી, જનરલ સર્જરી, જનરલ મેડિસીન તથા ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે નિઃશુલ્ક X-Ray, બ્લડ પ્રેશર (BP), RBS ચકાસણી તથા જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
તમામ સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ ઉપલબ્ધ રહેશે. જેમને ફ્રી આયુષ્માન કાર્ડ બનાવડાવવું હોય તેઓએ આવકનો દાખલો, આધારકાર્ડ અને રેશનકાર્ડ સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.જેન્યુન ફાઉન્ડેશન દ્વારા પશુ, પક્ષી અને માનવ સેવા ક્ષેત્રે કરવામાં આવતા કાર્યોથી સમાજમાં સકારાત્મકતા અને પરસ્પર સૌહાર્દનો સંદેશ પ્રસરે છે. આ કેમ્પ માત્ર આરોગ્ય સેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ કોમી એકતા અને માનવતાનો પ્રતીક બની રહ્યો છે.
વધુ માહિતી માટે આરિફભાઈ બલોચ (મો. 95741 53752) તથા મોહસીન શેખ (મો. 95379 36777) નો સંપર્ક કરવા જણાવાયું છે.મોરબી અને આસપાસના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *