લગ્ન પ્રસંગે સેવા યજ્ઞ: ઝાલા પરિવારે મોરબી જલારામ ધામમાં આખો દિવસ મહાપ્રસાદ યોજી માનવતાનો સંદેશ આપ્યો
Views: 76
0 0
Read Time:1 Minute, 39 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા મોરબી: મોરબી શહેરના જલારામ ધામ ખાતે ચાલી રહેલી સદાવ્રત સેવા માનવતાનો જીવંત ઉદાહરણ છે. દરરોજ બપોર અને સાંજે જરૂરિયાતમંદોને મહાપ્રસાદ અપાઈ સેવા કાર્ય કરવામાં આવે છે.


આ સેવાયજ્ઞને વિશેષ મહિમા મળ્યો જ્યારે મોરબી ક્ષત્રિય સમાજના અગ્રણી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા (R.K.) એ તેમના કુંવરશ્રી દેવમસિંહજી ઝાલાના શુભ લગ્ન પ્રસંગે સમગ્ર દિવસ મહાપ્રસાદનું આયોજન કર્યું. લગ્ન જેવી ખુશીની ઘડીએ માનવસેવાનો માર્ગ અપનાવી ઝાલા પરિવારે સમાજ સમક્ષ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઝાલા પરિવારના મોભી કરણસિંહજી ધીરૂભા ઝાલા, રઘુવીરસિંહજી ઝાલા (R.K.), કિશોરસિંહજી ઝાલા, દિલાવરસિંહજી ઝાલા તેમજ કુંવરશ્રી દેવમસિંહજી ઝાલા સહિત પરિવારજનોની આ સેવાકીય પહેલને શહેરના અગ્રણીઓએ વખાણી હતી. મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ સહિતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.
આ માહિતી શ્રી જલારામ સેવા મંડળ, મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા આપવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *