વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ઇમરજન્સી 108ની તત્પર સેવા: રસ્તામાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યા
Views 312

વાંકાનેર તાલુકાના અગાવી પીપળીયા ગામે ઇમરજન્સી 108ની સમયસર અને માનવતાભરી કામગીરીનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. ખેતમજૂરી કરતી એક ગરીબ મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતા 11 ફેબ્રુઆરી 2026ના રોજ 108 પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાં જ 108ની ટીમ તાત્કાલિક વાડી વિસ્તારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફરજ પરના ઇએમટી માલકીયા કિશનભાઈ અને પાયલોટ યુવરાજ સિંહ ગોહિલે મહિલાને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ તરફ રવાના કર્યા હતા. પરંતુ રસ્તામાં જ મહિલાની પીડા વધી જતા પરિસ્થિતિને સમજી ટીમે એમ્બ્યુલન્સમાં જ જરૂરી સારવાર આપી સલામત નોર્મલ ડિલિવરી કરાવી હતી.માતાએ આશરે 2.5 કિલો વજનના તંદુરસ્ત બાળકી ને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંનેની તબિયત સારી હોવાથી વધુ સારવાર માટે તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઇમરજન્સી 108 સેવા માત્ર અકસ્માત સમયે જ નહીં, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવનદાયી સાબિત થઈ રહી છે. સમયસર પ્રતિસાદ, પ્રશિક્ષિત સ્ટાફ અને માનવતાભર્યા અભિગમના કારણે અનેક પરિવારોને નવી આશા મળી રહી છે.વાંકાનેર તાલુકામાં 108ની આ પ્રશંસનીય કામગીરીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે તાત્કાલિક સેવા અને સમર્પિત કર્મચારીઓના કારણે અનેક જિંદગીઓ સુરક્ષિત બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!