પીપળીયા ચાર રસ્તા ગ્રામ પંચાયત: સ્વચ્છતા અને સુવ્યવસ્થિત વિકાસ તરફ ચિંતન સાથે નવી દિશામાં પ્રયાણ જરૂરી
Views: 421
0 0
Read Time:2 Minute, 37 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા માળીયા મીયાણા

મોરબી જિલ્લાના મહત્વપૂર્ણ જંકશન તરીકે ઓળખાતું પીપળીયા ચાર રસ્તા ગામ કચ્છ, જામનગર, રાજકોટ અને મોરબી તરફ જતાં હજારો લોકો માટે મુખ્ય અવરજવરનું કેન્દ્ર છે. આવા વ્યસ્ત અને વ્યૂહાત્મક સ્થાન ધરાવતા ગામમાં ગ્રામ પંચાયત અને તંત્રની જવાબદારી સ્વાભાવિક રીતે વધુ મહત્વપૂર્ણ બની જાય છે.


ગામના માળિયા રોડ ઉપર આવેલા નીરૂબેન નગર વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી સફાઈ અને નિયમિત જાળવણી અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળે છે. સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રીય તહેવારો દરમ્યાન ખાસ કાર્યક્રમો યોજાતા હોવા છતાં, દૈનિક સ્વચ્છતા અને વ્યવસ્થિત સંભાળમાં સુધારાની જરૂરિયાત અનુભવી રહી છે.
પીપળીયા ચાર રસ્તા વિસ્તારમાં લાખો-કરોડોના ખર્ચે સરકારી ઇમારતો અને કચેરીઓ ઊભી થઈ છે, જે વિકાસનું પ્રતિક છે. હવે જરૂરી છે કે આ ભૌતિક વિકાસ સાથે મૂળભૂત સુવિધાઓ—જેમ કે નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થા, કચરા ઉપાડ અને માર્ગ જાળવણી—પર પણ તેટલો જ ભાર મુકાય.
સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આ એક સારો અવસર છે કે તેઓ સંકલિત આયોજન દ્વારા ગામને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આદર્શ બનાવે.
વોર્ડ મુજબ સફાઈ માટે નિશ્ચિત સમયપત્રક જાહેર કરવું
જનભાગીદારીથી “મારું ગામ–સ્વચ્છ ગામ” અભિયાન ચલાવવું ફરિયાદ નિરાકરણ માટે જાહેર હેલ્પલાઇન અથવા વોટ્સએપ નંબર જાહેર કરવો માસિક જાહેર સમીક્ષા બેઠક યોજવી પીપળીયા ચાર રસ્તા જેવો મહત્વનો પ્રવેશદ્વાર વિકાસ અને સ્વચ્છતામાં પણ જિલ્લાનો માદરી બને તેવા પ્રયત્નો આજના સમયની માંગ છે. તંત્ર અને પ્રજાના સંયુક્ત પ્રયાસોથી જ સસ્તી પ્રસિદ્ધિથી આગળ વધી સ્થાયી અને દેખાતો વિકાસ શક્ય બની શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *