પલાંસડીમાં 8 મહિનામાં વિકાસનો પ્રકાશ: મહિલા સરપંચના નેતૃત્વે સ્વચ્છતા અને સુવિધાઓ તરફ દમદાર પગલું!!!
Views 136

વાંકાનેર તાલુકાનું પલાંસડી ગામ આજે વિકાસના નવા અધ્યાય સાથે તેજસ્વી બની રહ્યું છે. મહિલા સરપંચ નજમાબેન આસિફભાઈ લધડ બિનહરીફ ચૂંટાયા બાદ માત્ર આઠ મહિનામાં ગામમાં સ્વચ્છતા, સુવિધાઓ અને સુરક્ષાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.ગામમાં હિન્દુ સમાજના સ્મશાનને સંપૂર્ણ સ્વચ્છ બનાવી ગાર્ડન સમાન રૂપ આપવામાં આવ્યું છે તેમજ અંતિમ વિધિ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરાઈ છે. સમગ્ર ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવી ગંદકી દૂર કરવામાં આવી છે, જેના પરિણામે પલાંસડી વધુ રળિયામણું અને સ્વચ્છ બન્યું છે.
ઉનાળાની તકલીફને ધ્યાનમાં રાખી 70,000 લિટર ક્ષમતા ધરાવતા પીવાના પાણીના ટાંકા ની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂની અને જોખમી મિલકતો દૂર કરી અકસ્માતની શક્યતાઓ ઘટાડવામાં આવી છે.ખાસ કરીને, સમગ્ર ગામમાં આધુનિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉભી કરાતા હવે મોડી રાત્રે પણ ગામ ધોળા પ્રકાશ જેવું ઉજળું દેખાય છે. સ્ટ્રીટ લાઇટના કારણે સુરક્ષામાં વધારો થયો છે અને ગામમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે.


આગામી સમયમાં ભૂગર્ભ ગટર યોજના તથા “નલ સે જલ” યોજના હેઠળ નર્મદાનું પાણી ઘરઘર પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. બાળકો માટે બાલ કિડાણ અને રમતગમતની સુવિધાઓ વિકસાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે.આશરે 1000 વસ્તી અને 8 વોર્ડ ધરાવતા પલાંસડી ગામમાં સરપંચ સહિત સમગ્ર બોડી એકમતથી વિકાસના કાર્યો કરી રહી છે. સરપંચ પ્રતિનિધિ આસિફભાઈ લધડએ જણાવ્યું કે, “ગામનો વિકાસ એ જ સાચો રાષ્ટ્ર અને સમાજ ચિંતન છે.”


પલાસડી ગામની આ પ્રગતિ ગ્રામ્ય વિકાસ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે. જો આવી જ નિષ્ઠા યથાવત્ રહેશે તો પલાસડી આવનારા સમયમાં સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર આદર્શ ગામ તરીકે ઓળખાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!