સમાજની દીકરીઓ માટે પ્રેરણાદાયક પહેલ: પોલીસ ભરતી માટે મફત રહેવા-જમવાની સુવિધા સાથે માર્ગદર્શન
Views 136

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ બાબભાઈ ડાભી ચોટીલા:રાજકોટ ખાતે શ્રી ધેડીયા કોળી સમાજ ટ્રસ્ટ અને રાજકોટ મહાનગરપાલિકા કોળી કર્મચારી મંડળ દ્વારા સમસ્ત કોળી સમાજની બહેનો માટે એક પ્રેરણાદાયક અને સમાજઉત્થાનકારી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતભરમાંથી પોલીસ ભરતી માટે આવતી સમાજની તમામ બહેનોને રહેવા અને જમવાની મફત વ્યવસ્થા સાથે ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી બહેનો સમયસર અને નિશ્ચિતતા સાથે પરીક્ષા પ્રક્રિયામાં ભાગ લઈ શકે.


આ આયોજનનો મુખ્ય હેતુ સમાજની દીકરીઓને વધુમાં વધુ સરકારી નોકરીઓમાં જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે. માત્ર સુવિધા જ નહીં, પરંતુ રોજિંદું માર્ગદર્શન, હિંમત અને આત્મવિશ્વાસ વધારવા માટે સમાજના આગેવાનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. સમાજના જુદી જુદી જવાબદારીભર્યા હોદ્દાઓ પર રહેલા ભાઈઓ-બહેનો — જેમ કે પોલીસ ઓફિસર, મહિલા પોલીસ ઓફિસર, ફોરેસ્ટર અને અન્ય અધિકારીઓ — પોતાનો કિંમતી સમય કાઢીને આવનારી બહેનોને સલાહ-સૂચન અને માર્ગદર્શન આપી તેમની હિંમત બાંધી રહ્યા છે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પિયુષભાઈ બાલસ, પરેશભાઈ ચુડાસમા, વિજયભાઈ બાલસ, ઘનશ્યામભાઈ ધરસેંડા, કિશોરભાઈ વડેખાણીયા, કરસનભાઈ જોરા, દુદાભાઈ બારૈયા તેમજ સમસ્ત કોળી સમાજ સાથે ચાલનારા શૈલેષભાઈ માલમ સહિતના આગેવાનો સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. નોંધણી પ્રક્રિયા માટે પણ તેઓ જહેમતપૂર્વક સેવા આપી રહ્યા છે.
“નારી તું નારાયણી” કહેવતને સાર્થક બનાવતું આ આયોજન સમાજમાં સકારાત્મક પરિવર્તનનું પ્રતિક બની રહ્યું છે. એક સમય એવો હતો કે સમાજની દીકરીઓ માટે બહાર જઈને સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડકારરૂપ હતી, પરંતુ આજે સમાજના સહકાર અને સંકલ્પથી દીકરીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે.
સમય સાથે સમાજ બદલાયો છે, અને આજે કોળી સમાજની દીકરીઓને આગળ વધતી જોઈ ગૌરવની લાગણી થાય છે. આગેવાનો કહે છે કે, “અમે તો માત્ર એક પગથિયું છીએ, સાચો માર્ગદર્શક તો આપણો સમાજ છે.”
સમાજની તમામ પરીક્ષાર્થી બહેનોને શુભકામનાઓ સાથે આ પહેલ ખરેખર અન્ય સમાજો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે. સમાજના સંકલ્પ, સહકાર અને સેવા ભાવનાથી દીકરીઓની સફળતા હવે માત્ર સ્વપ્ન નહીં, પણ હકીકત બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!