કોમી એકતાનો દીવો પ્રગટાવે વાંકાનેર: મદાર ટ્રસ્ટનો 11 જોડાનો સમૂહ લગ્ન મહોત્સવ
Views 199

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન વાંકાનેર: વાંકાનેર તાલુકાના લિંબાળા ગામ નજીક લીંબાળાની ધાર પર મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 5-4-2026ના રોજ 11 જોડાનો સમૂહ લગ્ન મહોત્સવ યોજાવાનો છે. સર્વ મુસ્લિમ સમાજના 11 જોડાઓ એક જ મંડપ હેઠળ નિકાહ કલમા સાથે જીવનસાથી બનશે—જે કોમી એકતાનું સશક્ત પ્રતિક છે.દાતાઓના સહયોગથી જરૂરી વ્યવસ્થા પૂરું પાડીને જરૂરિયાતમંદ પરિવારોના દીકરી-દીકરાના લગ્ન સમયસર અને સન્માનપૂર્વક થાય—એ જ આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે. હિન્દુ-મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, વડીલો અને દાતાઓ આશીર્વાદ તથા દુઆ પાઠવી એકતા અને સૌહાર્દનો સંદેશ આપશે. કુળ રિવાજો, દેખાદેખી અને અનાવશ્યક ખર્ચને નાબૂદ કરી સમાજમાં સમાનતા, સહકાર અને સંવેદનશીલતા વધે—એવો આ સમૂહ લગ્ન મહોત્સવ દરેક સમાજ માટે પ્રેરણારૂપ પહેલ બની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!