વવાણીયા–બગસરા માર્ગ પર પર્યાવરણને ખતરો: સમયસર કાર્યવાહી જરૂરી
Views: 313
0 0
Read Time:1 Minute, 28 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઈચા માળીયા મીયાણા : માળીયા મીયાણા તાલુકાના વવાણીયા થી બગસરા તરફ જતા માર્ગ પર આશરે ત્રણ કિલોમીટર વિસ્તારમાં સાઇડ-9 નાલા નજીક આવેલી એક ખાનગી ફેક્ટરી દ્વારા વેસ્ટ કેમિકલ યુક્ત તથા દુર્ગંધયુક્ત પાણી ચોરીછૂપે પાઇપ મારફતે બાજુના હોકળામાં છોડવામાં આવી રહ્યું હોવાનું નજરે પડ્યું છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પ્રદૂષિત પાણી ખેતીવાડી જમીનને નુકસાન પહોંચાડે છે તેમજ આગળ જઈ નજીકના દરિયામાં પ્રવેશતું હોવાથી પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં મોટી પર્યાવરણીય દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં.
પ્રજાહિતને ધ્યાને રાખી સંબંધિત તંત્ર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વહીવટી અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. સમયસર એલર્ટ રહી જવાબદાર પગલાં લેવામાં આવે તો પર્યાવરણ, ખેતી અને જાહેર આરોગ્યનું રક્ષણ શક્ય બનશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *