વવાણીયા પંથકમાં અધૂરો રસ્તો, છતાં વિકાસની આશા જીવંત – જનચિંતા સાથે સકારાત્મક સંદેશ
Views: 483
0 0
Read Time:1 Minute, 48 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાઈચા માળીયા:માળીયા મીયાણા તાલુકાના વવાણીયા પંથકમાં મુખ્યમંત્રીના માર્ગ મજબૂતિકરણના આદેશની પૂર્ણ અમલવારી ન થવાથી પ્રજામાં ચિંતા જોવા મળી રહી છે. વર્ષ 2025ના ચોમાસા બાદ રાજ્યના તમામ રોડ-રસ્તાઓ મજબૂત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તંત્રને સ્પષ્ટ આહવાન કર્યું હતું, જેના અનુસંધાને રાજ્યના અનેક વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઈ હતી.પરંતુ રણ અને દરિયાઈ વિસ્તાર એવા માળીયા મીયાણા પંથકમાં વવાણીયા થી વર્ષા મેડી સુધીનો માર્ગ, જેનું કામ વર્ષ 2022માં પૂર્ણ થવાનું હતું, તેમાં આશરે એક કિલોમીટર રસ્તો અસ્પષ્ટ કારણોસર અધૂરો રહી ગયો છે. આ માર્ગ રોજિંદા આવાગમન, વેપાર અને ખેતી માટે મહત્વનો હોવાથી સ્થાનિક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.છતાં પણ વવાણીયા પંથકની પ્રજા વિકાસ અંગે આશાવાદી છે. જનતા અપેક્ષા રાખે છે કે તંત્ર અને લોકપ્રતિનિધિઓ સમયસર ધ્યાન આપી અધૂરા માર્ગનું કામ પૂર્ણ કરશે અને દરિયાઈ વિસ્તારના મતદારોને સુરક્ષિત તથા સુવિધાજનક માર્ગ મળશે. સકારાત્મક સહકાર અને લોકજાગૃતિથી વિકાસના કામો ઝડપ પકડશે એવી મજબૂત આશા સ્થાનિકોમાં જોવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *