રાપર પોલીસની સતર્કતા: ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
Views: 185
0 0
Read Time:1 Minute, 41 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદામ બાપુ સૈયદ ગાંધીધામ પોલીસ દ્વારા નશાના સોદાગરો સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. રાપરના દુધેરી વિસ્તારમાં પોલીસે રેડ પાડીને ૧.૮૯૫ કિ.ગ્રા. ગાંજો સહિત ડિજિટલ કાંટો અને મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. જપ્ત મુદ્દામાલની કુલ કિંમત ₹૧,૦૫,૭૫૦ આંકવામાં આવી છે.ઝડપાયેલ આરોપી મમુભાઈ ભુરાભાઈ કોલી (ઉ.વ. ૫૦) હોવાનું ઓળખાયું છે. જ્યારે અન્ય સંડોવાયેલા આરોપી “‘દિનેશપુરી ગોસ્વામી (રહે. લાકડીયા)”‘ને પકડવા પોલીસ દ્વારા તજવીજ ચાલુ છે.માનનીય પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પોલીસ અધીક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, રાપર પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. બુબડીયા અને તેમની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે આ સફળ કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસે નદીની પાળ પાસે આવેલા મકાનમાંથી ગેરકાયદે નશીલા પદાર્થના વેચાણ પર તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને દબોચી લીધો.આ કાર્યવાહીથી પૂર્વ કચ્છમાં નશામુક્ત સમાજ તરફનું પોલીસનું પ્રતિબદ્ધ અભિયાન વધુ મજબૂત બન્યું છે અને નાગરિકોમાં સલામતીનો વિશ્વાસ વધ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *