હળવદ નગરપાલિકામાં આંતરિક વિવાદ સપાટી પર: ‘એકહથ્થુ વહીવટ’ના આક્ષેપો સાથે વોર્ડ સભ્યની ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ
Views: 99
0 0
Read Time:3 Minute, 48 Second

“‘સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો લેવાતા હોવાનો આક્ષેપ; કાર્યવાહી નહીં થાય તો કાયદેસર લડતની ચીમકી, પ્રાદેશિક કમિશનરને પણ મોકલાઈ ફરિયાદની નકલ”‘

સંજય નંદેસરિયા હળવદ; તા. 6 જુલાઈ હળવદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે ચાલી રહેલી અસંતોષની સ્થિતિ હવે ખુલ્લેઆમ સામે આવી છે. વોર્ડ નં. ૧ના સભ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને પ્રમુખની કાર્યશૈલી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ફરિયાદમાં નગરપાલિકાના વહીવટમાં લોકશાહી પ્રક્રિયાની અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆત મુજબ નગરપાલિકામાં વિવિધ વિકાસકામો, ગ્રાન્ટની ફાળવણી, નાણાકીય ચુકવણીઓ અને અન્ય મહત્વના વહીવટી નિર્ણયો ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર લેવામાં આવી રહ્યા છે. પ્રમુખ દ્વારા નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓને બાજુ પર રાખીને મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ તેની કાર્યવાહી નોંધ સમયસર સભ્યોને આપવામાં આવતી નથી. બાદમાં તેમાં ફેરફાર કરીને ઠરાવો પસાર કરવામાં આવતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રકારની પ્રક્રિયા લોકશાહી મૂલ્યો તેમજ નગરપાલિકા અધિનિયમની ભાવનાને વિરુદ્ધ હોવાનું ભારતીબેન દોરાલાએ જણાવ્યું છે. સભ્યએ માંગ કરી છે કે સામાન્ય સભામાં મંજૂરી મળ્યા બાદ જ પ્રમુખના આદેશોનો અમલ કરવામાં આવે તેમજ સભા પૂર્ણ થતાં જ કાર્યવાહીની પ્રમાણિત નોંધ તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવે. જો નિયમ મુજબ કાર્યવાહી નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ ફરિયાદની નકલ રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનરને પણ મોકલવામાં આવી હોવાથી હવે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ શું વલણ અપનાવવામાં આવે છે તેના પર સ્થાનિક રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે. હળવદ નગરપાલિકામાં થયેલી આ રજૂઆત માત્ર વ્યક્તિગત અસંતોષ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પારદર્શિતા, સામૂહિક નિર્ણય પ્રક્રિયા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અંગે પણ મહત્વના પ્રશ્નો ઉભા કરે છે. જો ફરિયાદમાં કરાયેલા આક્ષેપોમાં તથ્ય હશે તો નગરપાલિકાની કાર્યપદ્ધતિ અંગે તપાસની માંગ વધુ મજબૂત બની શકે છે. બીજી તરફ, સત્તાધીશો તરફથી આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને ચીફ ઓફિસર કે પ્રાદેશિક કમિશનર કઈ કાર્યવાહી કરે છે તે આગામી દિવસોમાં હળવદની રાજકીય અને વહીવટી પરિસ્થિતિ માટે મહત્વપૂર્ણ બનશે. હાલમાં આ મુદ્દો નગરપાલિકામાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *