અમદાવાદમાં કૌમી એકતાનું ઉદાહરણ: મોડી રાત્રીએ માનવ સેવાનો પ્રકાશ
Views 142


અમદાવાદ તો અમદાવાદ છે—અહીં માનવતા આજે પણ જીવંત છે. ચાર વર્ષ પૂર્વે રાત્રે 1 વાગ્યે બાપુનગર રોડ પર એક ઘટના બની, જે કૌમી એકતાનું સશક્ત ઉદાહરણ બની ગઈ.
સિવિલ હોસ્પિટલ પહોંચવા માટે રીક્ષા શોધતા મુસાફરોને ક્યાંક 300 તો ક્યાંક 400 રૂપિયાનું ભાડું કહેવામાં આવતું હતું. એ જ સમયે લગભગ 60 વર્ષના, લાંબી દાઢી અને ગોળ ટોપી ધારણ કરેલા એક મુસ્લિમ રીક્ષાચાલક—રહીમખાન—ની રીક્ષામાં તેઓ અચકાતા બેઠા. એક શબ્દ બોલ્યા વિના રહીમખાને સીધા સિવિલ હોસ્પિટલ કેમ્પસ સુધી સુરક્ષિત પહોંચાડ્યા.


ભાડું ચૂકવવા 500 રૂપિયાની નોટ આપતા જ રહીમખાને હાથ પકડી રીક્ષા પાછળનું બોર્ડ બતાવ્યું—“રાત્રે દર્દીઓ માટે ફ્રી સેવા”—અને ઈશારાથી પૈસા પરત કર્યા. પૂછપરછમાં ખબર પડી કે રહીમખાન મૂંગા છે, છતાં તેમની સેવા બોલતી હતી.
આ ઘટના એ સાબિત કરે છે કે રાજકીય ઝેરથી પરે, સામાન્ય લોકોમાં માનવતા અને કૌમી એકતા આજે પણ અડગ છે. મોડી રાત્રે માનવ સેવાનો આ પ્રકાશ, અમદાવાદની સાચી ઓળખ છે.— (રામકૃષ્ણસિંહ ગોહિલ)સૌરાષ્ટ્ર (ફાઈલ ફોટો)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!