કાગળ પર વિકાસ, જમીન પર નિષ્ફળતા — મોરબીમાં શાસનતંત્રની બેદરકારી સામે કોંગ્રેસની પ્રજાહિત લડત
Views: 157
0 0
Read Time:2 Minute, 34 Second

મોરબી નગરપાલિકામાં વર્ષ ૨૦૧૬ દરમિયાન માનનીય મુખ્યપ્રધાન સ્વ. વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં અંદાજે ₹૧૫૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામો કરાયા હતા. આ યોજના અંતર્ગત બનાવાયેલા ૧૦ પંપિંગ સ્ટેશનની મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રૂબરૂ મુલાકાત લેવાતા ચોંકાવનારી હકીકત સામે આવી છે કે મોટાભાગના પંપિંગ સ્ટેશન છેલ્લા પાંચ વર્ષથી ચાલુ હાલતમાં નથી.


પ્રશ્ન એ ઊભો થાય છે કે
▪️ જો પંપિંગ સ્ટેશન કાર્યરત નથી, તો
▪️ કામ કરનાર કંપનીને એકતરફી હવાલા કરીને સંપૂર્ણ ચુકવણી શા માટે કરાઈ?
▪️ શું આ સમગ્ર પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે?
આ તમામ મુદ્દાઓને લઈ મોરબી શહેર કોંગ્રેસ દ્વારા મોરબી મહાનગરપાલિકાને લેખિત ફરિયાદ કરી તપાસની માંગણી કરવામાં આવશે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે,
છેલ્લી ચૂંટણીમાં મોરબીની જનતાએ ૫૨ની ૫૨ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીતાડ્યા, પરંતુ એકતરફી સત્તાનું પરિણામ જનતાએ જ ભોગવવું પડ્યું.
ઝુલતા પુલ દુર્ઘટના બાદ નગરપાલિકાના કાઉન્સિલરો ક્યાં ખોવાઈ ગયા હતા?
જ્યારે લોકો રોડ પર ઉતરવા મજબૂર બન્યા, ત્યારે નંદીધર, ૪૫-ડી સહિતના ભ્રષ્ટ કામોના જવાબદાર કોણ હતા?
આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમણે જનતાને અપીલ કરી કે,
લોકહિતમાં કામ કરે એવા ઉમેદવારોને મત આપી મોરબીને વાસ્તવિક રીતે “પેરીસ” બનાવવામાં સહભાગી બનો.
શાસન પક્ષના રાજમાં વિકાસ માત્ર કાગળ પર સીમિત રહ્યો છે, જ્યારે કોંગ્રેસ સતત પ્રજાહિતના પ્રશ્નો ઉઠાવી રહી છે.
નિષ્ક્રિય તંત્ર અને જવાબદારી વિનાનું શાસન — મોરબીની જનતા હવે જવાબ માગી રહી છે.
એવુ એક અખબારી યદી મા
પુષ્પરાજસિંહ જાડેજા
પ્રમુખ — મોરબી શહેર કોંગ્રેસ એ જણાવ્યુ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *