શાસન પક્ષની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસની પ્રજાહિત લડત”‘મહિલાઓ ની અવાજ બની મનિષાબાવાળા”‘
Views 121

અહેમદાબાદમિત્ર ન્યુઝ રિપોર્ટ મિલન મહેતા રાજકોટ:રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પારડી ગામે આવેલ શીતળામાં મંદિર રામપાર્ક સોસાયટીમાં છેલ્લા દોઢથી બે વર્ષથી ભૂગર્ભ ગટરનો ગંભીર પ્રશ્ન યથાવત છે. ગંદા પાણીનું ઉકળાણ, રોડ પર ભરાતું દુર્ગંધયુક્ત પાણી અને અસહ્ય વાતાવરણ વચ્ચે રહીશો, ખાસ કરીને મહિલાઓનું જીવન દૂષ્કર બન્યું છે.


આ મુદ્દે શાસન પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામ પંચાયત દ્વારા વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં, વિરોધ પક્ષ કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મનિષાબા વાળા દ્વારા લોધીકા તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓને ઉગ્ર રજૂઆત કરી, ઘટના સ્થળે જઈ વાસ્તવિક સ્થિતિની મુલાકાત લેવામાં આવી.


મનિષાબા વાળાએ જણાવ્યું કે, વિકાસની વાતો કરનાર શાસકો માટે આ વિસ્તાર આજે “નર્ક સમાન” બની ગયો છે. સમગ્ર સોસાયટી અને મંદિર આસપાસ દુર્ગંધયુક્ત ગટરનું પાણી ફેલાયેલું છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ છે.
વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આશરે બે વર્ષ અગાઉ “આકરાણી”ના નામે પ્રતિ મકાન ₹200 વસૂલવામાં આવ્યા હતા. કાયદેસર મકાન ધરાવનારોથી પણ રકમ ઉઘરાવવામાં આવી, પરંતુ તેનો કોઈ હિસાબ આજે પંચાયત પાસે ઉપલબ્ધ નથી—એવો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ એ સ્પષ્ટ કરે છે કે, જ્યાં શાસન પક્ષ નિષ્ફળ સાબિત થયો છે ત્યાં વિરોધ પક્ષ કોંગ્રેસ પ્રજાહિત માટે અવાજ ઉઠાવી રહ્યું છે. મહિલાઓના આરોગ્ય, સ્વચ્છતા અને ન્યાયના મુદ્દે મનિષાબા વાળાની આ લડત રાજકીય નહીં પરંતુ માનવીય ફરજ તરીકે જોવામાં આવી રહી છે.
➡️ પ્રશ્ન એ છે કે:
શું હવે તંત્ર જાગશે કે ફરી એક વખત રજૂઆતો ફાઈલોમાં જ દફનાઈ જશે?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!