ટંકારા ઓવરબ્રિજ પર ભયાનક ટક્કર: એસ.ટી. બસ–કન્ટેનર અકસ્માત, મોટી દુર્ઘટના સહેજમાં ટળી
Views 190

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રિયાઝ સહોરવદી ટંકારા:રાજકોટ–મોરબી રોડ પર આવેલા ટંકારા ઓવરબ્રિજ ઉતરતા સમયે એસ.ટી. બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. મુંદ્રાથી કોડીનાર જતી એસ.ટી. બસ ટંકારાથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે સામે તરફથી આવતું કન્ટેનર ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવતા બસ સાથે ભયાનક રીતે અથડાયું હતું.


અકસ્માતની તીવ્રતા એટલી ભારે હતી કે કન્ટેનર ટ્રક પલટી મારી સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ રોડ સાઈડમાં પડ્યો, જ્યારે એસ.ટી. બસના સાઈડ ભાગનો કચણધાણ નીકળી ગયો. બસના છોતરાં ઉડી ગયા અને બસમાં બેઠેલા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ક્ષણભરમાં જ મોટી દુર્ઘટનાનો ભય વ્યાપી ગયો હતો.
અકસ્માત બાદ મુસાફરો ગભરાટમાં બસમાંથી બહાર નીકળી રઝળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ટંકારાના સેવાભાવી જલારામ હોટલના માલિક ભાવિનભાઈ સેજપાલ સહિત અન્ય ગણમાન્ય નાગરિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે માનવતા દાખવી મુસાફરોને શાંત કર્યા અને સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં મદદ કરી હતી.


આ અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક ખોરવાયો હતો, જોકે કોઈ જાનહાનિ ન થવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે.
વહાનચાલકોને સજાગ રહેવા માટે તંત્ર દ્વારા વારંવાર માર્ગદર્શન અને અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવી ઘટનાઓ લાલબત્તી સમાન ચેતવણી આપે છે કે થોડી બેદરકારી પણ કેટલી ભયાનક સાબિત થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!