SIRમાં 7/12 ફોર્મ વાંધા અરજી મામલે ભારે વિવાદ: વર્ષોથી વસવાટ કરતા નાગરિકોના નામ કાપવાની કોશિશ સામે ભાવનગર મુસ્લિમ સમાજ આક્રમક
Views 376

ભાવનગર શહેરમાં SIR વિસ્તારમાં 7/12 ફોર્મમાં વાંધા અરજી કરી વર્ષોથી જે સ્થળે વસવાટ કરતા લોકોના નામ કમી કરવાની કોશિશ થતા ભારે ચકચાર મચી છે. આ મુદ્દે ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરશ્રીને ધારદાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે,
👉 જે અરજીઓ ખોટી અને ભ્રામક હોય તેની તાત્કાલિક તપાસ કરાય,
👉 વર્ષોથી કાયદેસર રીતે રહેતા નાગરિકોના નામ દૂર કરવાની અરજી કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાય,
👉 સામાન્ય જનતાને હેરાનગતિથી બચાવવામાં આવે.
મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે, કેટલાક તત્વો જાણબૂઝીને ખોટી અરજી કરી સામાજિક અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ગંભીર ગુનો બને છે.
આ પ્રસંગે ફિરોજભાઈ પરમાર, હાજી અલ્યા ખાન પઠાણ, સાજીદભાઈ કાજી, ઈકબાલભાઈ અરબ, ઈલીયાસભાઈ વાળુકડ, ઇમરાન શેખ, હનીફભાઈ સોડાવાળા, ગુલાબ ખાન પઠાણ અને સોહિલભાઈ (મોતી તળાવવાળા) હાજર રહી એકજૂટતા દર્શાવી હતી.
➡️ સમાજે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકશાહી માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!