મોરબીનો જુનો પાડા પુલ જોખમમાં: 15 દિવસમાં રીપેર નહીં થાય તો યુવક કોંગ્રેસનું આંદોલન
Views: 287
0 0
Read Time:1 Minute, 36 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ:ઈકબાલ સાઇચા મોરબી:
મોરબી શહેરને મોરબી–૧ અને મોરબી–૨ સાથે જોડતો જુનો પુલ, જે પાડા પુલ તરીકે ઓળખાય છે, હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. વર્ષો જૂનો આ પુલ રોજબરોજના વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ બની રહ્યો હોવાની સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
આ અંગે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વસીમ જી. પીપરવાડીયા (મન્સુરી) દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં સ્પષ્ટ જણાવાયું છે કે અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલાં થયેલી ઝુલતાપુલ દુર્ઘટનાની ભયાનક ઘટના મોરબીવાસીઓ હજુ ભૂલી શક્યા નથી. આવી કોઈ બીજી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
યુવક કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો પાડા પુલનું રીપેર કામ આગામી 15 દિવસમાં પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, જેના સંપૂર્ણ જવાબદાર તંત્ર રહેશે.


હાલ મોરબીવાસીઓની નજર મહાનગરપાલિકા પર છે કે શું તંત્ર સમયસર પગલાં લઈ સંભવિત દુર્ઘટના ટાળી શકશે કે નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *