રસ્તે રડતી બેઠેલી પત્ની… 181 અભયમની સંવેદનશીલ કામગીરીથી ફરી જોડાયું દાંપત્ય
Views 31

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ:ઈકબાલ સાઇચા મોરબી:મોરબીમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પીડિત પત્નીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સમયસર મદદ મળી. એક સજ્જન દ્વારા મળેલી જાણકારીના આધારે કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન અને પાયલોટ મહેશભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા. ટીમે પીડિતાને સાંત્વના આપી વિશ્વાસમાં લઈ વાતચીત કરી, જેમાં જાણવા મળ્યું કે ઝઘડાના કારણે પતિ પત્નીને રસ્તે એકલી મૂકીને ગયો હતો.


181 ટીમ પતિના સરનામે પહોંચી કાઉન્સિલિંગ કર્યું. બંનેને સમજાવટ, સલાહ, માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપવામાં આવી. ભવિષ્યમાં ઝઘડા ટાળવા અને પત્નીની કાળજી રાખવા પતિને સમજાવવામાં આવ્યું. અંતે, પીડિત મહિલા રાજી ખુશીથી પતિ સાથે રહેવા તૈયાર થઈ અને ટીમે બંનેનું સુખદ મિલન કરાવ્યું. પત્નીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ પતિએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!