કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન ઘાંઘળી ગામે હઝરત ભંગડશાપીર દાદાનો ઉર્ષ શરીફ સંપન્ન
Views 38


ભાવનગર :અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ જાહિદ ખોલીયા ભાવનગર:ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઘાંઘળી ગામ ખાતે આવેલી હઝરત રોશન ઝમીર ભંગડશાપીર દાદાની દરગાહ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષ શરીફની ભવ્ય અને શાનો-શૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર પંથકમાં કોમી એકતા અને ભાઈચારાના અદભૂત દર્શન થયા હતા.


✨ કાર્યક્રમની મુખ્ય વિગતો:

  • સંદલ શરીફનું ઝુલુસ: પરંપરાગત રીતે દરગાહ શરીફના ખાદીમ મહેમુદશાબાપુ ફકીરના નિવાસસ્થાનેથી સંદલ શરીફનું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.
  • ધાર્મિક વિધિ: દરગાહ શરીફ પહોંચ્યા બાદ ચાદર શરીફ, સલાતો સલામ અને સામુહિક દુવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ન્યાઝ (પ્રસાદ): દર વર્ષની હિન્દુ રીત-રિવાજ મુજબ આ વર્ષે પણ બુફે ભોજન (પ્રસાદ) ની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
    🤝 કોમી એકતાનું સંગમ:
    આ ઉર્ષમાં મુસ્લિમ બિરાદરોની સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ, રજપૂત સમાજ, પટેલ સમાજ, બ્રહ્મ સમાજ અને સોની સમાજ સહિત ૩૨ વરણના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઘાંઘળી ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને ભાવનગર શહેરથી પણ મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ જનતાએ હાજરી આપી હતી.
    સેવાભાવીઓનો સહયોગ:
    સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દરગાહના ખાદીમ મહેમુદશાબાપુ, સાજીદભાઈ ફકીર, આગેવાન કાર્યકરો અને હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓએ જહેમત ઉઠાવી સરાહનીય કામગીરી કરી હતી. આ દરગાહ શરીફ વર્ષોથી આ પંથકમાં એકતા અને ભાઈચારાનું અજોડ પ્રતીક બની રહી છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!