ચાર વર્ષથી ફરાર GST છેતરપીંડીના આરોપી પર કાયદાનો કડક પ્રહાર
Views 40

“‘ભાવનગર LCBની શાણપણભરી કાર્યવાહી—ફરજ, ફૂર્તિ અને ફરાસતનો શ્રેષ્ઠ દાખલો”‘

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ: જાહિદ ખોલીયા, ભાવનગરઅમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર GST છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી ફરાર રહેલો આરોપી અંતે કાયદાની પકડમાં આવ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે આ સફળતા મેળવી, જે પોલીસની ફરજપરાયણતા અને ગુનાખોરી સામેની અડગ લડતને બિરદાવે તેવી છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ (ભાવનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબના સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ, ભાવનગર LCBને શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને જીવંત કરતાં LCBની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી પર તાત્કાલિક કાર્યવાહી કરી.
તા. 07/02/2026ના રોજ સાંઢીયાવાડ, કાગદીવાડ મસ્જિદ નજીકથી GST છેતરપીંડી કેસમાં વોન્ટેડ આરોપી મોહસીન ઉર્ફે અવીનાશ હનીફભાઈ કુરેશી (ઉ.વ. 26) ને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીને કાયદેસર કાર્યવાહી બાદ ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે અને અમદાવાદ ડી.સી.બી. પોલીસને જાણ કરાઈ છે.
ગુન્હાની વિગત:
અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011220168/2022
IPC કલમ: 409, 420, 120(B), 34
👮‍♂️ કામગીરી કરનાર ટીમ:
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ
LCB સ્ટાફ—ઘનશ્યામભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, સંજયભાઈ ચુડાસમા, રાહુલભાઈ ધતુરાતર, અનિલભાઈ સોલંકી, પ્રજ્ઞેશભાઈ પંડયા
આ કાર્યવાહી માત્ર એક આરોપીની ધરપકડ નથી, પરંતુ સ્પષ્ટ સંદેશ છે
ગુનો કરશો તો કાયદો છોડશે નહીં.
ભાવનગર LCBની આ સરાહનીય કામગીરી જનવિશ્વાસને વધુ મજબૂત બનાવે તેવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!