ઘરેથી નીકળી ગયેલી મહિલાનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
Views 208

મોરબી: ઘરેથી નીકળી ગયેલી એક ગભરાયેલી મહિલાનું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સંવેદનશીલતા અને સમજદારીપૂર્વક કાઉન્સેલિંગ કરી તેમના બહેન–બનેવી સાથે સહીસલામત મિલન કરાવ્યું છે.


તારીખ ૦૪/૦૨/૨૦૨૬ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ પર કોલ કરવામાં આવ્યો હતો કે મોરબી–માધાપર પાસે રસ્તા પર એક મહિલા ગભરાયેલી હાલતમાં મળી આવી છે, જે પોતાનું સરનામું કે માહિતી આપતી નથી. જાણ મળતાં જ ફરજ પરના ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તથા પાયલોટ મહેશભાઈ પરમાર તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.
ટીમે મહિલાને સાંત્વના આપી સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે તે ધંધુકાથી બહેનના ઘરે રહેતી હતી અને કોઈને જાણ કર્યા વગર મોરબી આવી ગઈ હતી. તેના પતિનું એક મહિના પહેલા અવસાન થયેલ હોવાથી તે માનસિક તણાવમાં હતી અને વાંકાનેર રહેતી બીજી બહેનના ઘરે જવા ઈચ્છતી હતી, પરંતુ અંધારાના કારણે રસ્તો ન મળતાં રસ્તામાં બેસી ગઈ હતી.
પછી અભયમ ટીમે મહિલાના બહેન–બનેવીનો સંપર્ક કરી જરૂરી પુરાવા ચકાસ્યા હતા. બહેન–બનેવીએ પણ મહિલાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. ટીમ દ્વારા કાયદાકીય માર્ગદર્શન અને જરૂરી સલાહ આપવામાં આવી હતી.
અંતે મહિલાને રાજી-ખુશીથી તેમના બહેન–બનેવીના ઘરે સોંપવામાં આવી, જેને લઈ પરિવારજનોએ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

👉 ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા મુશ્કેલીમાં રહેલી બહેનો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!