માનવતાની હૂંફથી શિયાળાની ઠંડી હરાવતી પહેલ
Views 271

અહેમદાબાદ મિત્ર ન્યુઝ વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર) ખાતે માનવતા અને સંવેદનાનું સુંદર દ્રશ્ય સર્જાયું. શાળાની બાલવાટિકામાં અભ્યાસ કરતા નાનાં ભૂલકાંઓને શિયાળાની ઠંડીમાં હૂંફ મળે એ હેતુથી દંતેશ્વરના દાતાશ્રી પ્રકાશભાઈ ખંડરાવ ચવ્હાણના વરદ હસ્તે ૧૦૦ બાળકોને વિનામૂલ્યે ગરમ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકાર્ય માત્ર સહાય પૂરતું નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી અને લાગણીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું. નાનાં બાળકોના ચહેરા પર છલકાતી ખુશી એ માનવતાની સાચી ઓળખ બની. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ દાતાશ્રીના આ કાર્યને બિરદાવતાં જણાવ્યું કે આવા સકારાત્મક પ્રયાસો બાળકોના મનમાં સંસ્કાર, સંવેદના અને સમાજપ્રેમના બીજ રોપે છે.


શાળાના શિક્ષકવર્ગે પણ આ માનવતાભર્યા પ્રયાસને આવકારતાં દાતાશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સમાજમાં સકારાત્મક વિચારધારા અને સેવાભાવના સંદેશને પ્રસારિત કરતું આ કાર્ય પોઝિટિવ પત્રકારિતાનું પ્રેરક ઉદાહરણ બની રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!