હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરો પ્રોજેક્ટ, ઊર્જા સંરક્ષણ અને રમકડા બસનું ભવ્ય પ્રદર્શન
Views: 112
0 0
Read Time:2 Minute, 35 Second

હળવદ: વિજ્ઞાન ગુર્જરી–સુરેન્દ્રનગરના સહયોગથી હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરોના પ્રોજેક્ટની પ્રદર્શન બસ, ગુજરાત વિકાસ એજન્સી ગાંધીનગરની ઊર્જા સંરક્ષણ બસ તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટીની રમકડા બસનું પ્રદર્શન યોજાયું હતું.


કાર્યક્રમની શરૂઆત મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધર્મિષ્ઠાબેન કડીવાર તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર ડો. મહેશભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ધર્મિષ્ઠાબેન કડીવાર, સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડાહ્યાભાઈ ગરધરીયા અને અણદાભાઈ કૈલાએ રીબીન કાપી પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.
આ પ્રદર્શન નિહાળવા હળવદ શહેરની અલગ અલગ 10 શાળાઓ તથા 3 કોલેજોના કુલ આશરે 2850 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 7, 8, 9 તેમજ પી.ટી.સી. અને બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ 7 અને 8 માં ‘ચંદ્રયાન-1’ ગ્રુપે પ્રથમ સ્થાન મેળવ્યું, ધોરણ 9 માં ‘રોહિણી’ ગ્રુપ પ્રથમ રહ્યું અને પી.ટી.સી.–બી.એડ. ગ્રુપમાં ‘આર્યભટ્ટ’ ગ્રુપે પ્રથમ સ્થાન મેળવ્યું.
આ ઉપરાંત ધોરણ 7, 8 અને 9 ના વિદ્યાર્થીઓ દ્વારા રોલ પ્લે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 8 માં ‘એરવાડિયા યુગ’ અને ધોરણ 7 માં ડાભી હેતલે પ્રથમ સ્થાન મેળવ્યું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિજેતા વિદ્યાર્થીઓને ધરતી કન્સ્ટ્રક્શનના ઝાલાભાઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન ગુર્જરીના આરતીબેન દવે તથા તક્ષશિલા સંકુલના એમ.ડી. ડો. મહેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.


અહેમદાબાદ મિત્ર ન્યુઝ
રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *