મોરબી એલ.સી.બી.નો મોટો સપાટો: માટી ભરેલા ડમ્પરના ચોરખાનામાંથી રૂ. ૫.૪૦ લાખનો દારૂ ઝડપાયો
Views 134

મોરબી: જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે એલ.સી.બી. (ક્રાઇમ બ્રાન્ચ) મોરબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. હળવદ રોડ પર ઊંચી માંડલ ગામ પાસે વોચ દરમિયાન માટી ભરેલા ડમ્પરની કેબિન પાછળ બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી લેવાયો છે.ઘટનાની વિગતો મુજબ, મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે સ્પેરોન કારખાના નજીક રોડ પર ડમ્પર નં. GJ09AU-9274 રોકી તપાસ કરતાં તેમાં માટી ભરેલી હોવા છતાં ડ્રાઈવર કેબિન પાછળ ખાસ બનાવેલા ચોરખાનામાં દારૂ છુપાવેલો મળી આવ્યો.


ઝપ્ત મુદ્દામાલ:વિદેશી દારૂની ૨૬૫૨ બોટલો બીયરના ૧૬૨ ટીન
રોયલ સ્ટગ, બ્લેન્ડર પ્રાઇડ, રોયલ ચેલેન્જ, 8 PM જેવી બ્રાન્ડ
ડમ્પર, મોબાઈલ તથા માટી સહિત કુલ મુદ્દામાલ રૂ. ૨૦,૬૮,૧૯૫/-
પકડાયેલા આરોપીઓ:અજયભાઈ કાન્તીલાલ ડામોર (રહે. ડુંગરપુર, રાજસ્થાન)રાહુલ અર્જુનલાલ વિહાત (રહે. ડુંગરપુર, રાજસ્થાન)
(માલ મોકલનાર તથા મંગાવનાર અન્ય શખ્સોની તપાસ ચાલુ છે.)


કાર્યવાહી કરનાર ટીમ:એલ.સી.બી. પી.આઈ. એમ.પી. પંડ્યા, પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ, જે.પી. કણસાગરા તેમજ પેરોલ-ફર્લો સ્ક્વોડ આ પ્રશંસનીય ફરજ ના ભાગે કરવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!