અમદાવાદ મહાનગર પાલિકાનું 2026–27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ
Views 207

“‘હેરિટેજ થીમ પર વિશેષ ભાર”‘

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2026–27 માટે રૂ.17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ સાથે સાથે હેરિટેજ થીમ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.


વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરંપરાગત ઓળખ જાળવવા માટે બજેટમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. શહેરના જૂના પોલો, ઐતિહાસિક દરવાજા, હેરિટેજ ઇમારતો અને સ્મારકોના સંરક્ષણ તેમજ પુનર્વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

બજેટમાં હેરિટેજ વિસ્તારોમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ, ફેસાડ ડેવલપમેન્ટ તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ વોક, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મ્યુઝિયમ જેવી યોજનાઓને આગળ ધપાવવાનો ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે. વિકાસની સાથે શહેરની પરંપરા અને ગૌરવ જળવાઈ રહે તે માટે હેરિટેજ આધારિત આયોજન કરવામાં આવશે.
અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરીને દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા તેમજ સ્થાનિક નાગરિકોમાં શહેર પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બનાવવાનો આ બજેટનો મુખ્ય હેતુ હોવાનું પાલિકા દ્વારા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!