કુવાડવા ગામે રામનવમીનો ભવ્ય ઉત્સવ
Views: 397
0 0
Read Time:2 Minute, 16 Second


રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે દર વર્ષે રામનવમીના પાવન અવસરે ભક્તિ, ઉમંગ અને એકતાનો અનોખો દ્રશ્ય સર્જાય છે.

સમસ્ત ગામના સહયોગથી યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામજનો ઉત્સાહભેર જોડાઈને ભવ્ય વરઘોડો કાઢે છે. વરઘોડા માં નાના ભૂલકાઓ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીનો વેશ ધારણ કરીને ટ્રેક્ટરમાં બેસે છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે અબીલ-ગુલાલ અને ફૂલોની વર્ષા વચ્ચે વરઘોડો કુવાડવા ગામના કબૂતરા વિસ્તારમાંથી શરૂ થઈને રામજી મંદિર સુધી પહોંચે છે.


ગામની બહેનો રાસ-ગરબા ગાઈને ઉત્સવને વધુ રંગીન બનાવે છે, જ્યારે ભાઈઓ પણ ભારે સંખ્યામાં જોડાઈ આ ધાર્મિક યાત્રાને ભવ્યતા આપે છે. સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં તરબોળ થઈ જાય છે. ખાસ વાત એ છે કે આ ઉત્સવ માત્ર ધાર્મિક નથી, પણ સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ છે. હિંદુ-મુસ્લિમ ભાઈચારા સાથે તમામ સમાજના લોકો ભેગા મળી આ પાવન દિવસે આનંદ અને શ્રદ્ધા વ્યક્ત કરે છે.

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ સંજયભાઈ પીપળીયા, કાળુભાઈ મહેતા, લખનભાઈ મહેતા તેમજ ગામના આગેવાનો, પુજારી, સંતો અને મહંતોની ઉપસ્થિતિ રહે છે. રાજ્યકી આગેવાનો પણ હાજરી આપી કાર્યક્રમને વધુ ગૌરવ આપે છે. અંતે સર્વે ભક્તો દ્વારા આરતી કરવામાં આવે છે અને પ્રસાદી વહેંચવામાં આવે છે. ભગવાનના દર્શન કરીને ગામજનો આનંદ અને સંતોષની લાગણી સાથે વિદાય લે છે. કુવાડવા ગામનો આ રામનવમી ઉત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નહીં, પણ એકતા, સૌહાર્દ અને સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *