શિક્ષણને પ્રોત્સાહન, પ્રતિભાનું સન્માન: વાંકાનેર તાલુકામાં ચુંવાળીયા ઠાકોર સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
Views: 140
0 0
Read Time:1 Minute, 39 Second

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે સ્થિત સંતશ્રી વેલનાથબાપુની જગ્યાએ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક સિદ્ધિ મેળવનારા અંદાજે 180 વિદ્યાર્થીઓ તેમજ 20થી વધુ સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓના માતા-પિતા તેમજ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, યુવા પેઢીને અભ્યાસ માટે પ્રેરિત કરવાનો તથા સામાજિક દુષણો દૂર કરવા માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો હતો. વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટીના સભ્યો અને સમાજના આગેવાનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ અને સમાજ વિકાસના મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *