રામનવમી નિમિત્તે વાંકાનેરમાં યુવા નેતાનું ભવ્ય સન્માન, કાર્યકરોમાં ઉત્સાહની લહેર
Views 86


વાંકાનેર ખાતે આવેલ અમરસિંહજી મિલ પાસે ન્યુ આવાસ બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં રામનવમીના પાવન અવસરે તા. 26 માર્ચ 2026 ના રોજ રાત્રે 9:00 કલાકે મોરબી ભાજપ જિલ્લા યુવા મોરચાના સક્રિય યુવા નેતા જયેન્દ્રસિંહ મધુભા ઝાલાનું ભવ્ય સન્માન તથા અભિનંદન સમારોહ યોજાયો હતો. આ ઇતિહાસિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ પટેલ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, વાંકાનેર શહેર મહામંત્રી અમિતભાઈ શાહ, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જતીનભાઈ ફૂલતરીયા, કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ ગણપતસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.


તે ઉપરાંત મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ યોગીરાજસિંહ જાડેજા, મોરબી મહિલા મોરચાની મહામંત્રી પ્રજ્ઞાબા ઝાલા, મંત્રી દીપાલીબેન રાજગોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, રતિલાલ અણીયારીયા, સુરેશભાઈ પ્રજાપતિ અને પ્રદીપભાઈ પઢીયાર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન જયેન્દ્રસિંહ ઝાલાના કાર્યની પ્રશંસા સાથે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં એકતા, ઉત્સાહ અને સંગઠનની શક્તિનું દૃશ્ય જોવા મળ્યું હતું, જે યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!