વાંકાનેર જીનપરા સોસાયટી ખાતે ચેતક હનુમાનજી મંદિર નવ-નિર્માણ મહોત્સવ સાથે રક્તદાન કેમ્પ યોજાયો
Views: 82
0 0
Read Time:1 Minute, 50 Second

તા. 22-03-2026 ના રોજ વાંકાનેર શહેરની જીનપરા સોસાયટી ખાતે શ્રી ચેતક હનુમાનજી મંદિરના નવ-નિર્માણ તથા જીર્ણોધ્ધાર મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન પ્રસંગે ધાર્મિક ભાવના સાથે સેવાકાર્યને પણ પ્રાથમિકતા આપતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરના વિકાસ માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમાજમાં ધાર્મિક એકતા સાથે સેવાભાવ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મંદિરના નવ-નિર્માણથી વિસ્તારના ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને મહાપ્રસાદના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રક્તદાન કેમ્પમાં અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આવો ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમ સમાજ માં સકારાત્મક સંદેશ ફેલાવે છે. ભક્તોને અપીલ કરવામાં આવી છે કે આવી પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જોડાઈ સમાજસેવામાં પોતાનો યોગદાન આપે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *