મોરબી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ, ૮૨ ઈચ્છુકોએ નોંધાવી દાવેદારી
Views 70

મોરબી શહેરમાં આવનાર મહા નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાના નેતૃત્વમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રભારી ડો. હેમાંગભાઈ વસાવડા અને સહપ્રભારી દિપેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કુલ ૮૨ ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. તમામ ઈચ્છુકોને વિગતવાર સાંભળવામાં આવ્યા અને તેમની તૈયારી, વિસ્તારની પરિસ્થિતિ તેમજ પ્રજાલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી.


સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આવનારી ચૂંટણીને લઈને પ્રજાના પ્રશ્નો, પ્રાથમિક સુવિધાઓ અને વિકાસ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે પ્રજાને માત્ર ચૂંટણી સમયે આપવામાં આવતા વચનો નહીં પરંતુ સતત જોડાણ અને સેવા મહત્વપૂર્ણ છે.સાથે જ કાર્યકરોને જનસંપર્ક મજબૂત બનાવવા, પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અને સતત ક્ષેત્રમાં સક્રિય રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવનારી ચૂંટણીમાં પ્રજાજનો પોતાનો મત વિચારપૂર્વક આપશે અને વિકાસના મુદ્દાઓ પર નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.એવુ પુષ્પરાજસિંહ જાડેજા
પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ ની અખબારી યાદીમાં જણાવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!