ખન્ના માર્કેટમાં ગુમ થયેલી ૩ વર્ષની બાળકી ટ્રાફિક પોલીસ અને TRB સ્ટાફની સતર્કતાથી સલામત મળી
Views 82

કચ્છના ગાંધીધામ ખાતે તા.૨૨/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના સમયે ખન્ના માર્કેટ ખાતે એક માનવતા અને ફરજપ્રતિ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મૂળ આલમનગર (બિહાર) અને હાલ મીઠી રોહર, ગાંધીધામ ખાતે રહેતા વિકટર કુમાર લક્ષ્મેશ્વર દાસ પોતાની ૩ વર્ષની દીકરી સાથે ખરીદી કરવા આવ્યા હતા.ખરીદી દરમિયાન અચાનક નાની દીકરી બજારમાંથી ગુમ થઈ જતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. આ પરિસ્થિતિમાં સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફના પો. ઇન્સ્પેક્ટર વી.આર. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ હેમરાજભાઈ સોનવણે, પો. કોન્સ્ટેબલ જીતેન્દ્ર પરમાર તેમજ TRB સ્ટાફે તરત જ શોધખોળ હાથ ધરી હતી.

સતર્કતા અને ઝડપી કામગીરીના પરિણામે બાળકી પટેલ ટ્રાવેલ્સ પાસે રોડ પર મળી આવી હતી. ત્યારબાદ બાળકીને સંપૂર્ણ સુરક્ષિત હાલતમાં તેના માતા-પિતાને સુપરત કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાએ ટ્રાફિક પોલીસ, TRB સ્ટાફ અને સામાજિક સહકારની ભાવનાને ઉજાગર કરી છે. આવા પ્રસંગો સમાજમાં સુરક્ષા અને વિશ્વાસ વધારતા હોય છે તેમજ પોલીસ તંત્ર પ્રત્યે સકારાત્મક સંદેશ પહોંચાડે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!