મોરબીમાં ખુલ્લી કેનાલ મુદ્દે તંત્ર સજાગ: સુરક્ષા માટે ફેન્સિંગ કરવાની માંગ ઉઠી
Views 262

મોરબી: શહેરના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો સુધી જતી કેનાલને લઈને સ્થાનિક સ્તરે સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હાલ કેનાલની બંને બાજુ ખુલ્લી હોવાને કારણે અહીં અકસ્માતની શક્યતાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ વધારે હોવાથી સ્કૂલ વાહનો, રિક્ષા, ફોર-વ્હીલર અને ભારે વાહનોની સતત અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં વાહનચાલકો માટે આ સ્થિતિ જોખમી બની શકે છે, તેવી સ્થાનિકોમાં લાગણી છે.આ મુદ્દે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયાએ મોરબી કલેક્ટર તેમજ મહાનગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં કેનાલની બંને બાજુ સુરક્ષાત્મક વંડી, પતરા અથવા એંગલ ફિટ કરવાની માંગ સાથે સ્થળની તાત્કાલિક તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે.સ્થાનિક રહેવાસીઓ અને બાળકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!