વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા ઝાલાનો કાર્યકાળ પૂર્ણ: સર્વેનો વ્યક્ત કર્યો આભાર
Views 99

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં કૈલાશબા હરીસિંહ ઝાલાએ સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વાંકાનેર તાલુકાની જનતાએ આપેલો સહયોગ અને વિશ્વાસ તેમના માટે અત્યંત મૂલ્યવાન રહ્યો છે.તેમણે જણાવ્યું હતું કે તાલુકામાં યોજાયેલા સરકારી કાર્યક્રમો તેમજ વિવિધ વિકાસ કાર્યો દરમિયાન જિલ્લા કક્ષાના સરકારી અધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ, પોલીસ તંત્ર, મામલતદારશ્રી, કલેક્ટરશ્રી તેમજ તાલુકા પંચાયતના કર્મચારી સ્ટાફ પરિવારનો

સતત સહકાર મળ્યો હતો. સાથે જ શાસક પક્ષ અને વિરોધ પક્ષના આગેવાનો સહિત તમામ ગ્રામજનોનો પણ તેમને સારો સહયોગ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. કૈલાશબા ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજાના સારા-નરસા પ્રશ્નોને ધ્યાનમાં રાખી સમયની પરિસ્થિતિને પ્રાથમિકતા આપી પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યો કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જો કોઈ ભૂલચૂક થઈ હોય અથવા કોઈને મન દુભાયું હોય તો તે માટે તેમણે દિલથી ક્ષમા પણ માગી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ વાંકાનેર તાલુકાના વિકાસ માટે સર્વેનો સહયોગ અને આશીર્વાદ મળતા રહેશે તેવી અપેક્ષા સાથે ફરી એકવાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો છે.- પ્રતિનિધિ: હરીસિંહ ઝાલા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!