ગ્રામ્ય વિકાસને નવી દિશા: સૌની યોજનાથી તળાવો ભરી રોજગારી અને રાહત તરફ પ્રયત્ન
Views 73

અહેમદાબાદ મિત્ર ન્યુઝ મોરબી:જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિકાસને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. તળાવો અને જળાશયોને નર્મદાના નીરથી ભરવા માટે “સૌની યોજના” અંતર્ગત પાઈપલાઈન કાર્યનો આજ રોજ શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આશરે ૩ કિલોમીટર સુધીના વિસ્તારના તળાવો આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જે પાણીની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ સાબિત થશે.આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ

કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર, ચાંચડીયા સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, શેખરડી સરપંચ ગોરધનભાઈ સરવૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા પાઈપલાઈન અને જરૂરી સામગ્રી સાથે કાર્યને ગતિ આપી, ગ્રામજનોને પણ સહભાગી બનવા અપીલ કરવામાં આવી. આ પહેલ માત્ર પાણી પુરવઠા સુધી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલી મંદી, મોંઘવારી અને બેરોજગારી સામે લડવા માટે પણ એક સકારાત્મક પગલું છે. પાણી ઉપલબ્ધ થતા ખેતીમાં વધારો થશે, પશુપાલનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીના અવસર ઉભા થશે.
ગ્રામ્ય વિસ્તારોમાં આવી પ્રજા લક્ષી યોજનાઓના અમલથી લોકોમાં આશા અને આત્મનિર્ભરતા વધે છે. તટસ્થ અને પોઝિટિવ અભિગમ સાથે કરવામાં આવતા આવા પ્રયાસો ગામડાંના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી બની રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!