ખાખરાળા ગામે ચાઈના ક્લેનું ગેરકાયદેસર ખનન ઝડપાયું : નાયબ કલેક્ટરની ટીમે JCB સહિત 6 વાહનો જપ્ત, રૂ.1.78 કરોડનો મુદ્દામાલ કબ્જે
Views 179


ચોટીલા, તા. 17 માર્ચ : ના રોજ સવારે લગભગ 09:00 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા તેમની ટીમ દ્વારા ખાનગી વાહન દ્વારા મુળી તાલુકાના ખાખરાળા ગામે આવેલ ધાવડી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મંદિર વિસ્તારની આજુબાજુમાં આવેલ સરકારી સર્વે નં. 52 વાળી જમીનમાં સફેદ માટી (ચાઈના ક્લે)નું ગેરકાયદેસર ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. આકસ્મિક દરોડા દરમિયાન સ્થળ પરથી એક JCB મશીન તેમજ ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ ચાર વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોમાં JCB મશીન (ચેસીસ નં. RAJ3DXX5J03305502) તેમજ ટ્રેક્ટર-ટ્રોલી નંબર GJ 13 EE 5409, GJ 13 AH 2921 અને GJ 13 AH 5637 નો સમાવેશ થાય છે. આ ખનન કાર્યમાં સંડોવાયેલા હરીભાઈ જોગરાણા રહે. ખાખરાળા તા. મુળીનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત સબ ડિવિઝનમાં અલગ અલગ સ્થળોએ હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી વહન કરતા બે ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં ડમ્પર નંબર GJ 10 TX 7551 અને GJ 24 X 7250નો સમાવેશ થાય છે.


જપ્ત કરાયેલા તમામ વાહનો સહિત કુલ અંદાજે રૂ. 1,78,60,000 (એક કરોડ અઠયોતેર લાખ સાઇઠ હજાર)નો મુદ્દામાલ કબ્જે કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.


ડમ્પરના માલિકોમાં પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા રહે. રાયપર તાલુકો ગઢડા જી. બોટાદ તથા તરકટા ગોપાલભાઈ વેરશીભાઈ રહે. ઉમરડા તાલુકો મુળીનો સમાવેશ થાય છે.
આ મામલે સંબંધિત વાહન માલિકો તથા ખનન કરનારાઓ સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી પણ હાથ ધરાઈ રહી છે.
ઉપરાંત ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી તેમજ સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
રિપોર્ટર : સંજય નંદેસરિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!