૪ વર્ષની ઝૈનબે રાખ્યો પહેલો રોજો, પરિવારમાં ખુશીની લાગણી
Views 44

મોરબીના સહેજાદ હનીફ સોલંકીની ભાણેજ અને જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેવાસી ઝૈનબ આદિલભાઈ સરઘસીયા (ઉંમર ૪ વર્ષ) એ નાની વયે રમઝાન મહિનામાં પોતાનો પહેલો રોજો રાખીને ધાર્મિક ભાવનાનો સુંદર સંદેશ આપ્યો છે.નાનકડી ઝૈનબે પરિવારજનોના માર્ગદર્શન હેઠળ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે રોજો પૂર્ણ કર્યો હતો. બાળકની આ ભાવના જોઈ પરિવારજનો માં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.


પરિવારજનોએ જણાવ્યું હતું કે, નાની વયથી જ બાળકોમાં ધાર્મિક સંસ્કાર અને ઈમાનની ભાવના વિકસે તે માટે આવી પ્રેરણાદાયક ઘટનાઓ મહત્વપૂર્ણ બની રહે છે. ઝૈનબના પ્રથમ રોજા નિમિત્તે પરિવારજનો તથા સગાસંબંધી ઓ એ તેને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆ કરી હતી.રમઝાન મહિનાની પવિત્રતામાં નાનકડી બાળકી દ્વારા રાખવામાં આવેલો પહેલો રોજો સમાજમાં પણ પ્રશંસા પામ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!