ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું 12 વર્ષનું બાળક ત્રણ કલાકમાં પરિવારને મળ્યું
Views: 21
0 0
Read Time:1 Minute, 43 Second

નવરાત્રી દરમિયાન વાંકાનેરથી કચ્છ તરફ જતા પદયાત્રીઓ માટે ઢુવા નજીકના સેવાકીય કેમ્પમાંથી તા. 6 ઓક્ટોબરે બપોરે 1:30 વાગ્યે 12 વર્ષનું બાળક વાલીથી વિખૂટું પડ્યું હતું. 112 હેલ્પલાઇન મારફતે જાણ થતાં બાળકને વાંકાનેર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું.
પીઆઈ બી.વી. પટેલની સૂચનાથી પીએસઆઈ ડી.વી. ખાંભલા સહિતની ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. ઢુવા બીટના એએસઆઈ સુરેશભાઈ ચાવડાએ બાળક સાથે હિન્દીમાં વાતચીત કરી સ્થાનિક સંપર્કો, માધ્યમો અને હેલ્પલાઈનની મદદથી પરિવાર અંગેની વિગતો મેળવી હતી. આશરે ત્રણ કલાકની સતત કામગીરી બાદ પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. બાદમાં વાલી-વારસદારોને પોલીસ મથકે બોલાવી બાળકને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હતું. બાળકને પરત મેળવી માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ, કોન્સ્ટેબલ હિરલબેન દિનેશભાઈ, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સહિતની ટીમ જોડાઈ હતી. 112ની તાત્કાલિક મદદ અને પોલીસની સતર્કતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન થતાં નવરાત્રીના સેવાકીય માહોલમાં ‘ખાખીની માનવતા’નું ઉદાહરણ સામે આવ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *