મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજની ભવ્ય મિટિંગ સંપન્ન, શિક્ષણ અને સંગઠન પર ભાર
Views 137

મોરબી: ટીંબાવાડી માતાજીના પવિત્ર સાનિધ્યમાં મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનું આયોજન સમાજના પ્રમુખ શ્રી હેમંતભાઈ સુરેલા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ ના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


મિટિંગ દરમિયાન સમાજના વિકાસ અને સંગઠન મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શિક્ષણ, એકતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.મિટિંગ માં નક્કી કરવામાં આવ્યું કે આગામી તા. 02/04/2026ના રોજ સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. આ પ્રસંગે ભવ્ય ભજન સંધ્યા તેમજ બાળકો માટે વિશેષ બટુક ભોજનનું આયોજન કરવામાં આવશે.તે ઉપરાંત શિક્ષણ જાગૃતિ અભિયાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. સમાજના દરેક બાળકને શિક્ષિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન તથા જરૂરી સહાય પૂરી પાડવા અંગે ચર્ચા કરવામાં આવી.


સમાજની એકતા અને સંગઠન શક્તિ વધુ મજબૂત બને તે માટે નવા હોદ્દેદારો તથા યુવાનોને જવાબદારીઓ સોંપી સમાજને વધુ સક્રિય બનાવવા પર પણ ભાર મૂકાયો હતો. આ મિટિંગમાં જિલ્લાભરના આગેવાનો, વડીલો અને કાર્યકરોએ સમાજના સર્વાંગી વિકાસ માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “શિક્ષણ, સંગઠન અને શક્તિ – એ જ આપણો સંકલ્પ”નો સંદેશ પ્રગટ થયો હતો.


રિપોર્ટર: સંજય નંદેસરિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!