વાંકાનેરની દિકરી જયશ્રીબેન ગોસ્વામીને રાજ્ય સ્તરે ગૌરવ: ‘બેસ્ટ ઇમ્પાર્ટિંગ એજ્યુકેશનલ સર્વિસ ટુ સોસાયટી’ એવોર્ડથી સન્માન
Views 115

વાંકાનેરના દશનામ ગોસ્વામી સમાજ માટે ગૌરવની લાગણી જગાવતો પ્રસંગ સામે આવ્યો છે. શ્રી રાજગુરુ નાગાબાવાની જગ્યાના મહંત અને સંત શિરોમણી તરીકે જાણીતા તથા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત રહી આચાર્ય પદેથી નિવૃત્ત થયેલા શ્રી નૌતમગિરિબાપુની મોટી પુત્રી શ્રીમતિ જયશ્રીબેન ઋષિગિરિ ગોસ્વામીનો રાજ્ય સ્તરે સન્માન કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય તથા અમદાવાદ સ્થિત ‘ગ્રોથ એવોર્ડ’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ (૮ માર્ચ ૨૦૨૬) નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ફક્ત ૨૦ મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ ક્ષેત્રે સમાજ માટે વિશેષ યોગદાન બદલ રાજકોટથી પ્રકાશિત થતા ‘શિક્ષણ પ્રવાહ’ મેગેઝિનની મેનેજિંગ તંત્રી શ્રીમતિ જયશ્રીબેન ઋષિગિરિ ગોસ્વામીની “Best Imparting Educational Service to Society Award” માટે પસંદગી કરવામાં આવી.આ એવોર્ડ સમારોહ ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ રાજકોટના કેસરધાણી રિસોર્ટ ખાતે યોજાયો હતો. પ્રસંગે જાણીતા ફિલ્મ અને ટેલિવિઝન કલાકાર Rakesh Bediના હસ્તે જયશ્રીબેન ગોસ્વામી ને એવોર્ડ અને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં થી પસંદ થયેલી ૨૦ મહિલાઓમાં ગોસ્વામી સમાજમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે વાંકાનેરની દિકરી જયશ્રીબેન ગોસ્વામીની પસંદગી થવાથી સમાજ તેમજ વાંકાનેર શહેરમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. શિક્ષણ ક્ષેત્રે સમાજ સેવા માટે તેમની સતત કાર્યશીલતા અને સમર્પણને આ સન્માન દ્વારા માન્યતા મળતાં વિવિધ વર્ગોમાંથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!