વાંકાનેરના યુવા જયેન્દ્રસિંહ ઝાલાને ભાજપ મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક
Views 131

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ અનુસંધાને તા. 16 માર્ચ 2026ના રોજ ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા સંગઠન દ્વારા નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી.જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, સહ-કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી તેમજ સહકારી મંત્રી સહિતના હોદ્દાઓ પર કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકમાં વાંકાનેરના યુવા નેતા જયેન્દ્રસિંહ મધુભા ઝાલાને જિલ્લા ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.જયેન્દ્રસિંહ ઝાલા રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે સક્રિય રહી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે.

વાંકાનેર પંથકમાં તેઓ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર લોકો સાથે સંવાદ રાખતા અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતા હોવાનું સ્થાનિક સ્તરે માનવામાં આવે છે.જિલ્લા સંગઠન તરફથી સોંપાયેલી આ જવાબદારીને લઈને વાંકાનેર વિસ્તારમાં કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાજકીય નિરીક્ષકોના મતે યુવા નેતૃત્વને તક આપવાનો આ પ્રયાસ આવનારા સમયમાં સંગઠન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!