કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસે વાંકાનેરમાં સેવા કાર્યક્રમો: હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમમાં ફ્રૂટકીટ વિતરણ
Views: 142
0 0
Read Time:2 Minute, 0 Second

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યૂ દિલ્હી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ સેવા અને લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ સમાજના આગેવાનો દ્વારા પ્રજા હિતને ધ્યાનમાં રાખીને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.વાંકાનેરની સરકારી હોસ્પિટલ તેમજ મચ્છુ કાઠા વૃદ્ધાશ્રમ ખાતે દર્દીઓ અને વૃદ્ધોને ફ્રૂટકીટનું વિતરણ કરીને માનવ સેવા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને સૌએ સરાહનીય ગણાવ્યો હતો.આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા પ્રદેશ પ્રમુખ

તથા તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર, સભ્ય દામજીભાઈ ધોરીયા, મોરબી જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ, જિલ્લા મહિલા પ્રમુખ શાંતાબેન જાંબુકિયા, તાલુકા મહિલા ઉપપ્રમુખ રમીલાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને લાભાર્થીઓને ફ્રૂટકીટ વિતરણ કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સેવા અને માનવતાની ભાવના મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. જન્મદિવસની ઉજવણીને સેવાકીય કાર્યો સાથે જોડવાનો આ પ્રયાસ પ્રજા હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *