હળવદ પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી
Views 16

હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કરતા વ્યક્તિ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના વતની અને હાલ રાણેકપર ગામની સીમમાં સુખદેવભાઈ પટેલની વાડીમાં રહેતા તેમજ મજૂરી કરતા મુકેશભાઈ કાંતીભાઈ ભીલ (ઉંમર 44) એ રાણેકપર ગામના કરશનભાઈ લાલજીભાઈ પટેલ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ મુજબ આરોપી કરશનભાઈ પટેલે ફરીયાદીને સુખદેવભાઈની વાડીમાંથી જતા રહેવાનું કહ્યું હતું. પરંતુ ફરીયાદી ત્યાંથી ન જતા આરોપીએ ગુસ્સે થઈ ફરીયાદીને લાફા માર્યા હતા અને ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત છૂટ્ટા પથ્થર મારી પીઠના ભાગે સામાન્ય ઈજા પહોંચાડી હતી. ફરીયાદી અનુસૂચિત જનજાતિનો હોવાની જાણ હોવા છતાં આરોપીએ જાહેરમાં અપમાનિત કરી બિભત્સ ગાળો બોલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 125, 352, 351(3) તેમજ જી.પી.એક્ટ-135 અને એટ્રોસિટી અધિનિયમની કલમ 3(1)(આર), 3(1)(એસ), 3(2)(પએ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : સંજય નંદેસરિયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!