“પોલીસ પ્રજાનો મિત્ર…વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા કડક ફરજ સાથે માનવતાનો સંદેશ”
Views: 255
0 0
Read Time:4 Minute, 0 Second

આધુનિક સમયમાં સમાજમાં શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પોલીસ માત્ર કાયદો અમલમાં મૂકનાર તંત્ર નથી, પરંતુ પ્રજાનો સાચો મિત્ર છે. સમાજમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે માત્ર પોલીસ જ નહીં પરંતુ સામાન્ય પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી બની ગયો છે. સમાજ માં જાગૃતિ લાવવા માટે સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમાજ ચિંતકો અને જાગૃત નાગરિકોએ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવી જોઈએ. ખાસ કરીને યુવા વર્ગને દારૂ, ગાંજો, અફીણ અને ડ્રગ્સ જેવા નશાના દુષણથી બચાવવા માટે સમાજે સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે આજના યુવાનો આવનાર પેઢીના આધારસ્તંભ છે. જો યુવા વર્ગ ખોટા માર્ગે વળે તો સમાજનું ભવિષ્ય જોખમમાં પડી શકે છે.


વિદ્યાર્થી વર્ગમાં સંસ્કાર અને જાગૃતિ લાવવાની જવાબદારી માતા-પિતા અને શિક્ષકોની પણ છે. માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ પરિવારિક સંસ્કાર, સામાજિક સમજણ અને જીવન મૂલ્યોનું માર્ગદર્શન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં નાની-મોટી બાબતોમાં પડોશીઓ વચ્ચે મતભેદ, કજિયા કે મારામારી જેવી ઘટનાઓ સર્જાય છે, જે ઘણી વખત પોલીસ ફરિયાદ સુધી પહોંચી જાય છે. પરંતુ આવા પ્રશ્નોમાં સમજદારીપૂર્વક ઉકેલ લાવવામાં આવે તો પડોશી એકતા જળવાઈ રહે છે.સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ તરીકે લોકપ્રિય ટીવી સિરિયલ Taarak Mehta Ka Ooltah Chashmah માં દર્શાવાતી સોસાયટીની એકતા અને ભાઈચારો સમાજ માટે પ્રેરણાદાયક છે. જો એવી જ એકતા અને સમજણ વાસ્તવિક જીવનમાં પણ વિકસે તો ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટાડવામાં મોટો ફાયદો થઈ શકે.કાયદા ની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કે “સો ગુનેગાર છૂટી જાય તો ચાલે, પરંતુ એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ.” આ વિચારધારાને ધ્યાનમાં રાખીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા કડકતા અને માનવતાની સમતુલા સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.


તેઓ માત્ર કાયદો અમલમાં મૂકતા અધિકારી તરીકે નહીં પરંતુ સમાજમાં શાંતિ અને સમજણ વધે તેવા પ્રયાસો માટે પણ જાણીતા છે. ઘણી વખત નાના વિવાદોમાં ફરિયાદી અને આરોપી બંનેને સમજાવીને સમાધાન કરાવવાનું કામ પણ તેઓ માનવતાના દૃષ્ટિકોણથી કરે છે. જેના કારણે પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ અને સહકારની ભાવના મજબૂત બને છે.સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી છે કે પ્રજા અને પોલીસ બંને પરસ્પર સહયોગ સાથે કાર્ય કરે. ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે સમયસર માહિતી આપવી, યુવાનોને નશાની લતથી બચાવવી અને સમાજમાં એકતા જાળવવી – આ તમામ બાબતોમાં દરેક નાગરિકની જવાબદારી છે.જો સમાજ, પ્રજા અને પોલીસ મળીને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધે તો શાંતિપૂર્ણ અને સુરક્ષિત ગુજરાતનું સ્વપ્ન સાકાર બની શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *