ટંકારા તાલુકામાં 108 ટીમની માનવતાભરી કામગીરી: એમ્બ્યુલન્સમાં સલામત પ્રસૂતિ, માતા-બાળક સુરક્ષિત
Views 240

ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વાડી વિસ્તારમાં ઇમરજન્સી 108 સેવાની સમયસર અને માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ખેતરમાં કામ કરતી એક ગરીબ મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતા 20 માર્ચ 2026ના રોજ 108 પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ 108ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફરજ પરના ઈએમટી વિશાલ સરવૈયા અને પાયલોટ મનીષભાઈ પડાયા દ્વારા મહિલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. રસ્તામાં પ્રસૂતિનો દુખાવો વધતા ERCP ડૉ. કરણસરના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સલામત નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી

.મહિલાએ આશરે 3.5 કિલો વજનના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંનેની તબિયત સારી હોવાથી વધુ સારવાર માટે તેમને ટંકારા CHC હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.ઇમરજન્સી 108 સેવા માત્ર અકસ્માત સમયે જ નહીં, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવનદાયી સાબિત થઈ રહી છે. સમયસર પ્રતિસાદ, પ્રશિક્ષિત સ્ટાફ અને માનવતાભર્યા અભિગમના કારણે અનેક પરિવારોને નવી આશા મળી રહી છે.ટંકારા તાલુકામાં 108ની આ પ્રશંસનીય કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તાત્કાલિક સેવા અને સમર્પિત કર્મચારીઓના કારણે અનેક જીવનો સુરક્ષિત બની રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!