વાંકાનેર નગરપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ તેજ — બાકીદારોમાં ચેતવણીનો સંદેશ
Views 64

વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘણા વર્ષોથી નગરપાલિકાનો વેરો બાકી રાખનાર અસામીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે બાકીદારોમાં ચેતનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વેરો ન ભરનાર મિલ્કતોને સીલ કરવાની તેમજ કેટલાક ઘરોના પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ વેરા વસુલાત ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે.
વાંકાનેર નગરપાલિકાના નવા નિયુક્ત ચીફ ઓફિસર શ્રી ધવલભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, જે લોકો લાંબા સમયથી વેરો બાકી રાખે છે

તેઓએ તાત્કાલિક વેરો ભરવો જરૂરી છે. અન્યથા આવા બાકીદારોના નામ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પર જાહેર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન લીધેલા લોકો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. આવા કનેક્શનને તાત્કાલિક નિયમિત (રેગ્યુલર) કરાવવા જણાવ્યું છે, નહિંતર તેમના સામે ફોજદારી ગુનો નોંધવાની સાથે દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરી દરમિયાન ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, એન્જિનિયર મહેશભાઈ, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ, ટેક્સ સુપરવાઈઝર પાર્થભાઈ, તેમજ મયુરભાઈ, રસીદભાઈ સહિત નગરપાલિકાની ટીમ હાજર રહી હતી અને સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના જણાવ્યા મુજબ, શહેરના વિકાસ કાર્યો માટે વેરા વસુલાત જરૂરી હોવાથી નાગરિકોએ સમયસર વેરો ભરી નગરપાલિકાને સહકાર આપવો જરૂરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!